સંસ્થાની પ્રવૃત્તિઓ

હાજીનાજી સાહેબના ૫૦માં વાર્ષિક વફાતદિન નિમિત્તે હાજીનાજી સાહેબના અમુક ચાહકો તરફથી તેમની સેવાઓને જીવંત રાખવાના ઈરાદાથી ભાવનગર ખાતે હાજીનાજી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ.

આ સંસ્થામાં હાલમાં અપાઈ રહેલ સેવાઓ

૧) મઝહબી સાહિત્યો (પુસ્તકો) નું પ્રકાશન
વિશ્વ કક્ષાએ મઝહબી પ્રચાર અને પ્રસાર માટેના મહત્વના માધ્યમ તરીકે ઉપરાંત નફાના આશય વગર ગુજરાતી ભાષામાં દીની કિતાબો પ્રસિદ્ધ કરવામાં આવે છે. હઝરત આયતુલ્લાહ સીસ્તાની સાહેબે પ્રકાશન માટે રૂપિયા બે લાખનો ઈજાઝો આપેલ છે.

૨) હાજી નાજી બોર્ડીંગ
શીઆ ઇસ્નાઅશરી કૌમના યતીમ, ગરીબ અને જરૂરતમંદ બાળકોના શૈક્ષણિક વિકાસ તથા દીની તાલીમ માટે વિનામુલ્યે રેહવા - જમવાની વ્યવસ્થા ઉપરાંત અભ્યાસ ને લગતી તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવે છે.