મસઅલો પૂછો
તમારા ઈસ્લામિક એહકામના સવાલોના જવાબ હઝરત આયતુલ્લાહ ઉઝમા સીસ્તાની સાહેબના
ફતવા પ્રમાણે હવાલા સાથે આપવામાં આવશે અને તમને ઈમેલ અને એસ.એમ.એસ. દ્વારા પણ જાણકારી
આપવામાં આવશે.
તમારા અકાએદ તથા અખલાકને લગતા સવાલોના જવાબ મોઅતબર આલિમે દીનના હવાલા સાથે આપવામાં
આવશે. ઇન્શાલ્લાહ....
મસઅલા (સવાલ-જવાબ)
નવા સવાલ જવાબ
વિષય:
મસઅલા Date:
12/11/2014
સવાલ :
શું ઓરત અત્તર કે પરફ્યુમનો યૂસ કરી શકે ?
જવાબ :
જો કોઈ નામેહરમને આકર્ષવાની નિય્યત ન્ હોય અને નામેંહરમ ઉત્તેજિત ન થાય તો કરી શકે. - મસઅલા નંબર ૪૯૮, જદીદ મસાએલ.
વિષય:
મસઅલા Date:
11/07/2014
સવાલ :
ગુસ્લ દરમિયાન અગર કોઈ એવી વસ્તુ પેશ આવે કે જેનાથી વઝુ તૂટી જાય તો શું ફરીથી ગુસ્લ કરવું પડશે ?
જવાબ :
ગુસ્લ દરમિયાન અગર કોઈ એવી વસ્તુ પેશ આવે તો ફરીથી ગુસ્લ કરવું જરૂરી નથી. પણ તે જ ગુસ્લને પુરૂં કરી શકે છે. અને એહતિયાતે લાઝિમની રૂએ વઝુ કરવું જરૂરી છે. પણ જો ગુસ્લે તરતીબીને ઈરતેમાસીમાં બદલી નાખે અથવા ગુસ્લે ઈરતેમાસીને તરતીબીમાં બદલી નાખે. તો વઝુ કરવું પણ જરૂરી નથી. - તવઝીહુલ મસાએલ (મસઅલા નં.૩૮૪)
વિષય:
મસઅલા Date:
25/12/2013
સવાલ :
શું શાદીસુદા ઔરતની સાથે મુત્આ કરવા જાએઝ છે ?
જવાબ :
જાએઝ નથી.
વિષય:
મસઅલા Date:
25/12/2013
સવાલ :
અગર કોઈ શખ્સ હદ્દે તરખ્ખુસ પાર કરી ચુક્યો છે. એટલે કે તેના ઉપર નમાઝ કસ્ર છે તો નમાઝે જુમ્આ માટે તે શખ્સ પર શું હુકમ લાગુ પડશે ?
જવાબ :
તે શખ્સ ઉપર નમાઝે જુમ્આ વાજિબ નથી. - મિન્હાજુસ્સાલેહીન અરબી (જિલ્દ-૧, પેજ નં.૩૦૮) (આયતુલ્લાહ સીસ્તાની સાહેબ)
વિષય:
મસઅલા Date:
02/12/2013
સવાલ :
અઝાનમાં પહેલાં ચાર વખત અલ્લાહો અકબર આવે છે અને એકામતમાં પહ્લેં બે વખત અલ્લાહો અકબર આવે છે તેનું શું કારણ ?
જવાબ :
જો કોઈ એમ સવાલ કરે કે અઝાનમાં શરૂઆતમાં “અલ્લાહો અકબર” (તકબીર) નો ઝિક્ર ચાર વખત શા માટે કરવામાં આવે છે ?
આ પ્રશ્નનો જવાબ એ છે કે અઝાન જયારે શરૂ થાય છે ત્યારે લોકો તેનો ઝિક્ર સાંભળવા માટે સાવધ થએલા હોતા નથી. (સામાન્ય રીતે) અઝાનની પહેલાં લોકો અઝાન સાંભળવા માટે તૈયારી કરે તેવો બીજો કોઈ ઝિક્ર હોતો નથી. તેથી અઝાનની ચાર તકબીરમાંથી બે તકબીર સાંભળનારાઓની આગાહી (જાણકારી) માટે અને બીજી બે તકબીર અઝાન માટેની હોય છે.
- કિતાબ એલલુશ્શરાએઅમાંથી
http://www.hajinaji.com/ExploreTopic.aspx?ID=479